પ્રાથમિક શિક્ષણમાં નાપાસ નહીં કરવાનો નિર્ણય રદ્દ - SHIXAK PARIVAR GUJARAT

Breaking

E-library

BALSRUSHTI MEGEGIN DOWNLORD

Wednesday, January 13, 2016

પ્રાથમિક શિક્ષણમાં નાપાસ નહીં કરવાનો નિર્ણય રદ્દ

પ્રાથમિક શિક્ષણમાં નાપાસ નહીં કરવાનો નિર્ણય રદ્દ

ગાંધીનગર:
એક મહત્ત્વના સમાચાર શિક્ષણને લગતા મળી રહ્યા છે. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ અગત્યના સમાચાર એ છે કે હવે ધો. સાત સુધી બાળકને નાપાસ નહીં કરાય તેવો નિર્ણય રદ્દ કરાયો છે. જો બાળક પાસ થશે તો જ તેને આગળના ધોરણમાં મોકલવામાં આવશે.
ગુજરાતની આનંદીબહેન પટેલ સરકાર દ્વારા કરવામાં આવેલા આ અગત્યના સમાચારની વિગત એ છે કે ૨૦૦૯માં શિક્ષણના અધિકારનો કાયદો ક્રિયાન્વિત થયો હતો. તેના પગલે સાત ધોરણ સુધી બધાને પાસ કરી દેવા તેવો નિર્ણય કરાયો હતો. આના પગલે અત્યારે એવું અનુભવાયું હતું કે શિક્ષણનું સ્તર કથળ્યું છે. આથી હવે આ જૂના નિર્ણયને રદ્દ કરી એવો નિર્ણય કરાયો છે કે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય તો જ તેને આગળના ધોરણમાં મોકલવાનો.
આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે "૨૦૦૯ના આરટીઈ કાયદાના પગલે સાત ધોરણ સુધી કોઈને નાપાસ ન કરવા તેવો નિર્ણય કરાયો હતો. તેનાં છ વર્ષ પછી હવે એવો અનુભવ થયો છે કે તેનાથી શિક્ષણનું સ્તર કથળ્યું છે. આથી હવે જો વિદ્યાર્થી પાસ થાય તો જ તેને આગળના ધોરણમાં મોકલવો તેવો નિર્ણય કરાયો છે. આ નિર્ણયનાં ફળ બે-પાંચ વર્ષ પછી દેખાશે.